Tags: Poem.
Jai Jai Garavi Gujarat (Gujarati: જય જય ગરવી ગુજરાત) is a poem written by well-known Gujarati poet Narmad.જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાતદીપે અરુણું પરભાતધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત;તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને પ્રેમ ભક્તિની રીત -ઊંચી તુજ સુંદર જાતજય જય ગરવી ગુજરાત.ઉત્તરમાં અંબા માતપૂરવમાં કાળી માતછે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ;ને સોમનાથ ને દ્ધારકેશ એ પશ્વિમ કેરા દેવ-છે સહાયમાં સાક્ષાતજય જય ગરવી ગુજરાત.નદી તાપી નર્મદા જોયમહી ને બીજી પણ જોય.વળી જોય સુભટના જુદ્ધ રમણને રત્નાકર સાગર;પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર-સંપે સોયે સઉ જાતજય જય ગરવી ગુજરાત.તે અણહિલવાડના રંગતે સિદ્ધ્રરાજ જયસિંગ.તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત !શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત.જન ઘૂમે નર્મદા સાથજય જય ગરવી ગુજરાત.